ચમત્કાર થયો : કોઢ ગાયબ


ચમત્કાર થયો : કોઢ ગાયબ


સુરેન્દ્રનગર વિસ્તારના વઢવાણ કેમ્પ વિસ્તારમાં રહેતા જયંતીલાલ કીરચંદ સંઘવીનાં વનીતાબેન સાથે લગ્ન થયાં પછી પાંચ વર્ષે બાબાનો જન્મ થયો.
બાબો માતા જેવો સુંદર તો હતો જ પણ એની તંદુરસ્તી પણ નજર લાગી જાય એવી હતી. હ્ય્ષ્ટપુષ્ટ - ગોળમટોળ હતો. અડઘા દાયકાના લગ્નજીવન બાદ પ્રાપ્ત થયેલા સંતાનનું નામ પણ જયંતીલાલ અને વનીતાબેન જૈન ધર્મગ્રંથ પરથી 'આગમ' રાખ્યું હતું.
પણ, ખરેખર જાણે આગમને કોઈકની નજર લાગી ગઈ. આગમનો પ્રથમ જન્મ દિવસ આવ્યો. આસપાસનાં અને સગાં-સંબંધીનાં બાળકોને એકઠાં કરી વનીતાબેન આગમનો એ પ્રથમ જન્મદિવસ ધામધૂમથી ઊજવ્યો. મોડી રાત સુધી બાળકો નાચતાં-કૂદતાં રહ્યાં. ભાવતો નાસ્તો કર્યો. વનીતાબેને પ્રત્યેક બાળકને સુંદર બર્થ-ડે રિટર્ન ગિફ્ટ પણ આપી. જયંતીલાલ અને વનીતાબેન થાકી ગયાં હતાં. આગમ પણ થાકી ગયો હતો. બધાં સૂઈ ગયા.
સવારે બધાં ઊઠીને રોજના કામમાં લાગ્યાં. જયંતીલાલ હીંચકે બેસીને છાપું વાંચવા લાગ્યા. વનીતાબેને આગમને ઉઠાડ્યો. નવડાવવા માટે બાથરૂમમાં લઈ ગયાં. અચાનક એમની નજર આગમના સાથળ પર ગઈ. આગમને સાથળ પર એક ચાર આનીના કદનો સફેદ દાગ નજરે પડ્યો. હજુ ગઈ રાત્રે બર્થ-ડે પાર્ટી માટે આગમનાં વસ્ત્રૉ બદલ્યાં ત્યારે તો આવો કોઈ દાગ ન હતો.
રાતોરાત આ દાગ ઉપસી આવ્યૉ હતો. વનીતાબેને બૂમ મારીને તરત પોતાના પતિને બાથરૂમમાં બોલાવ્યા. પુત્રના સાથળ પર રતાશ પડતો સફેદ દાગ જોઈને જયંતીલાલ પણ ચોંકી ઊઠયા. દુઃખી થઈ ગયા. શાનો હશે એ દાગ?
આગમને નવડાવી લીધા બાદ બંને પુત્રને લઈને ડૉક્ટર પાસે દોડ્યાં. ડૉક્ટરે ધ્યાનથી નિરિક્ષાણ બાદ કહ્યું "આ કોઢનો દાગ છે".
બંનેને ફેમિલી ડૉક્ટર પર વિશ્વાસ ન બેઠો. આગમને એક જાણીતા ડર્મેટોલોજિસ્ટ (ચામડીના સ્પેશ્યાલિસ્ટ) પાસે લઈ ગયા. ડર્મેટોલોજિસ્ટ ડૉ. ભટ્ટે તમામ પરીક્ષણો બાદ કહ્યું, 'આગમને સક્રિય સ્થિતિમાં કોઢ છે. એ વિસ્તરી પણ શકે છે.' ડૉકટરે કેટલીક ખાવાની-ચોપડવાની દવા લખી આપી. આગમનો ઈલાજ શરૂ થયો

----> will be Continued

1 comments:

Unknown said...

jai maa khodiyar maa

Post a Comment

 
Template designed using TrixTG